ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
તમિલનાડુ સ્થિતિ નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન (એનએલસી) માં બુધવારે બોઈલર ધડાકાભેર ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે. એનએલસીના થર્મલ પ્લાન્ટમાં રહેલું બોઈલર બ્લાસ્ટ થતા છ લોકોના મોત તેમજ 17 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કંપની પાસે પોતાની ફાયર ટીમ હોવાથી તે બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને મૃતકો તેમજ ઘાયલોનો આંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે કંપનીના થર્મલ પાવર સ્ટેશન-2ના પાંચમા યુનિટમાં બોઈલર ધડાકાભેર ફાટ્યું હતું. કર્મચારીઓ જ્યારે કામગીરી પુનઃ શરૂ કરી રહ્યા હતા ત્યારે જ બોઈલર એકાએક ફાટતા પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. 17 જેટલા લોકો ઘાયલ થયા હતા જેમને ચેન્નઈ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ કંપનીમાં 7 મેના આ જ પ્રકારનો બ્લાસ્ટ થયો હતો અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એક મહિનાના ગાળામાં જ બીજી વખત કંપનીમાં ફરી બોઈલર ફાટતાં સુરક્ષાના માપદંડો સામે સવાલો ઉભા થઈ રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com