Site icon

આને કહેવાય અથાગ મહેનત નું પરિણામ.. શ્રમિક ની દીકરી એ ધોરણ-12ની બોર્ડમાં મેળવ્યા 600/600 ગુણ, રચ્યો નવો વિક્રમ..

Tamil Nadu daily wager’s daughter scores 600/600 in Class 12

Tamil Nadu daily wager’s daughter scores 600/600 in Class 12

  News Continuous Bureau | Mumbai

તમિલનાડુ બોર્ડ 12માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતપોતાના પરિણામમાં મેળવેલા ગુણના આધારે આગળની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, તમિલનાડુ બોર્ડની 12મી પરીક્ષામાં ટોપર, જેનું નામ એસ નંદિની છે, તેણે બોર્ડની પરીક્ષામાં તમામ વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવીને નવો વિક્રમ રચ્યો છે.

Join Our WhatsApp Community

તમિલનાડુ બોર્ડના ધોરણ 12માં ટોપર એ પોતાના પ્રતિકૂળ સંજોગો છતાં સખત મહેનતથી આ જીત હાંસલ કરી છે. જણાવી દઈએ કે એસ નંદિની ડિંડીગુલની અન્નામલૈયાર મિલ્સ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેણે તમિલ, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, એકાઉન્ટન્સી અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં પૂરે પૂરા માર્કસ મેળવ્યા છે. જેના કારણે તેણે કુલ 600 ગુણમાંથી 600 ગુણ મેળવ્યા છે. તેના પિતા રોજીરોટી માટે મજૂરી કરે છે.

પોતાની સફળતા વિશે વાત કરતા એસ નંદિનીએ કહ્યું કે કોઈપણ દબાણ વગર અભ્યાસ કરવાથી ઘણો ફાયદો થયો. આજે હું જ્યાં પણ છું એ મારા પિતાની મહેનતનું પરિણામ છે. તેઓ મને કહેતા રહ્યા કે મારું શિક્ષણ મારી સંપત્તિ છે અને મારા સપનાને આગળ વધારવા માટે મને પ્રોત્સાહિત કરી. જણાવી દઈએ કે એસ નંદિની કોમર્સની સ્ટુડન્ટ છે.

એસ નંદિની કહે છે કે મારા પરિવારની આર્થિક સ્થિતિ મને શૈક્ષણિક રીતે સારું પ્રદર્શન કરવા માટે પૂરતી પ્રેરણા આપે છે. તેઓએ મને ઘણો ટેકો આપ્યો છે, અને હું સારી રીતે અભ્યાસ કરી શકું તે સુનિશ્ચિત કરવા માટે તેઓ બનતું બધું કર્યું છે. તે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : NIA Raid: ટેરર ફંડિંગ સામે ફરી એક્શનમાં એનઆઈએ!, કાશ્મીર સહિત આ રાજ્યના 10 સ્થળોએ પાડ્યા દરોડા

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version