News Continuous Bureau | Mumbai
Tamil Nadu rain: તમિલનાડુના ( Tamil Nadu ) કન્યાકુમારી, થુટુકુડી, તિરુનેલવેલી, તેનકાસી જિલ્લાઓમાં ભારે વરસાદ ( heavy rain) થયો છે. જેને કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થયું છે. ગત 24 કલાકમાં અહીં અનરાધાર વરસાદ ચાલુ રહ્યો છે. જેને કારણે અત્યાર સુધી ચાર લોકોના મૃત્યુ થયા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે 7500 હજાર લોકો અલગ અલગ વિસ્તારમાં ફસાઈ ગયા છે.
અમુક વિસ્તારોમાં 96 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગનું ( IMD ) કહેવું છે કે આગામી દિવસોમાં આ વરસાદ ચાલુ રહી શકે છે. ત્યારે તમિલનાડુના ચીફ સેક્રેટરીએ જણાવ્યું કે આ વરસાદ સંદર્ભે એક્સપેક્ટ નહોતું કર્યું. તેમજ લોકોની સેવા માટે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામ ચાલુ છે.
રાજ્યનું તંત્ર તેમજ મુખ્યમંત્રી શું કરી રહ્યા છે ?
દક્ષિણ ભારતના આ રાજ્યમાં 39 જગ્યાએ અતિ ભારે વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી સપ્લાય ( Electricity supply ) બંધ થઈ ગયો છે તેમજ મોબાઇલ પણ બંધ થઈ ચૂક્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) એપોઇન્ટમેન્ટ મેળવવા પહોંચી ચૂક્યા છે. તેમજ તેઓને અપેક્ષા છે કે રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન વિશેષ મદદ પૂરી પાડે. અનેક વિસ્તારોમાં ભેખડો ધસી પડ્યા ના સમાચાર આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : MP Assembly: મધ્યપ્રદેશમાં ભાજપનો પહેલો રાજકીય દાવ, કોંગ્રેસ પાર્ટીના આ નેતા નો ફોટોગ્રાફ હટાવાયો. થયો હંગામો..