તમિલનાડુમાં ભીમરાવ આંબેડકરનું કરી દીધું ભગવાકરણ, પોસ્ટર લગાવવા પર બબાલ

આ પોસ્ટર દ્વારા 'ઈન્દુ મક્કલ કચ્ચી' પાર્ટી દ્વારા બાબાસાહેબને 'ભગવા' વિચારોના નેતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે નવો વિવાદ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ, આ પોસ્ટરો અચાનક લગાવવામાં આવ્યા છે, જેના કારણે લોકો વધુ ગુસ્સે ભરાયા છે.

by kalpana Verat
Tamil Nadu Row erupts after pro-Hindu group puts up saffronised poster of BR Ambedkar

મંગળવાર 6 નવેમ્બરે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ છે અને દેશે તેમને શ્રદ્ધાંજલિ આપી. જેઓ બાબાસાહેબના સમર્થકો છે તેઓ તેમને યાદ કર્યા. તેના પોસ્ટર રસ્તાઓ પર જોવા મળ્યા. તમિલનાડુમાં કેટલાક એવા પોસ્ટર જોવા મળ્યા, જેમાં બાબાસાહેબનું ભગવાકરણ કરી દીધું છે. આ પોસ્ટર્સ દક્ષિણપંથી સંગઠન ઈન્દુ મક્કલ કચ્ચી દ્વારા લગાવવામાં આવ્યા છે, જેમાં આંબેડકર ભગવા કપડામાં જોવા મળી રહ્યા છે.

આ પોસ્ટર દ્વારા ‘ઈન્દુ મક્કલ કચ્ચી’ પાર્ટી દ્વારા બાબાસાહેબને ‘ભગવા’ વિચારોના નેતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે નવો વિવાદ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ, આ પોસ્ટરો અચાનક લગાવવામાં આવ્યા છે, જેના કારણે લોકો વધુ ગુસ્સે ભરાયા છે.

આ સમાચાર પણ વાંચો: માનવ બ્રેઈનમાં ચિપ લગાવવાના પ્લાન પર પાણી? એલોન મસ્કની Neuralink સામે તપાસ શરૂ, આ છે આરોપ

શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા

જણાવી દઈએ કે આ પોસ્ટર રાજ્યભરમાં વિવિધ સ્થળોની દિવાલો પર ચોંટાડવામાં આવ્યા છે. ઘણા લોકોએ આ પોસ્ટરો લગાવનારાઓની આકરી ટીકા કરી છે. તમિલનાડુના વીસી ચીફ અને સાંસદ થોલ થિરુમાવલને આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, ‘ભારતના બંધારણના જનકનો ફોટો ખોટી રીતે લગાવવામાં આવ્યો છે અને આ ફોટો તેમના વિચારોની વિરુદ્ધ છે.’

દક્ષિણપંથી દર્શાવવાનો પ્રયાસ 

જણાવી દઈએ કે ડૉ. આંબેડકરની પુણ્યતિથિના અવસર પર ‘ઈન્દુ મક્કલ કચ્ચી’ પાર્ટીએ રાજ્યમાં આંબેડકરના ભગવા પોસ્ટર લગાવ્યા છે. આંબેડકરના આ પોસ્ટરો દ્વારા તેમને દક્ષિણપંથી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટર પર ‘ઈન્દુ મક્કલ કચ્ચી’ નેતા અર્જુન સંપથ અને પાર્ટીના અન્ય કાર્યકર્તાઓના ફોટો પણ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment