દેશમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન હોવા છતાં આ રાજયએ રાજ્યગીત જાહેર કર્યું અને તે વાગતાની સાથે જ ફરજિયાત ઉભા થવાનો કાયદો પણ લાગુ કર્યો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021  

 શનિવાર. 

 દેશમાં ઓલરેડી રાષ્ટ્રગીત છે, છતાં તમિલનાડુ સરકારે “તમિળ થાઈ વાઝ્થુ“ આ ગીતને રાજ્યગીત તરીકે જાહેર કર્યું છે. આ ગીત તમામ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ અને  સરકારી ઓફિસમાં તેમ જ સાર્વજનિક કાર્યક્રમમાં ગાવવાનું ફરજિયાત રહેશે. આ ગીત ગાતા સમયે અથવા વાગી રહ્યું હોય ત્યારે દિવ્યાંગને છોડીને તમામ લોકોએ તેને આદાર આપતા ઊભા રહેવું પડશે.
“તામિળ થાઈ વાઝ્થુ“ એ રાષ્ટ્રગીત નથી પણ ફક્ત પ્રાર્થના ગીત હોવાનું મદ્રાસ હાઈ કોર્ટે તાજેતરમાં કરેલા નિરીક્ષણ બાદ સરકારે આ આદેશ આપ્યો છે. સાર્વજનિક કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ ગાતા સમયે ઊભા રહેવું જોઈએ એવો કોઈ જરૂરી ન હોવાનું પણ હાઈ કોર્ટે કહ્યું હતું. 

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે.સ્ટેલિને એક સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું હતું કે તમિલનાડુના નાગરિકો પોતાની માતૃભાષાને પોતાની માતાની માફક માન આપે છે. તમિલ સંસ્કૃતિનો પણ બહુ આદર કરે છે. ખાનગી ઓફિસ અને શૈક્ષણિક સંસ્થા તમિલ ભાષાને ખૂબ સારી રીતે પ્રચાર કરી શકે છે અને નેક્સટ જનરેશનને પણ તમિલ ગીત ગાવામાં તેને કારણે પ્રોત્સાહન મળી શકે છે.

ભારત દેશના ૧૦૦ થી વધુ શહેરોના મેયર વારાણસી પહોંચ્યા. હવે આ કામ કરશે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *