Tarnetar Mela 2023 : તરણેતરના ‘ભાતીગળ મેળા’નો પ્રારંભ, મલ્ટીમીડિયા પ્રદર્શનનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન

Tarnetar Mela 2023 : સરકારની 9 વર્ષની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતું મલ્ટીમીડિયા પ્રદર્શન

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરતનું આયોજન

Join Our WhatsApp Community

News Continuous Bureau | Mumbai

Tarnetar Mela 2023 :  તરણેતર મેળા (Tarnetar Mela ) માં ભારત સરકાર (Indian Govt) ના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત દ્રારા  સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન (Multimedia exhibition) નું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલાના ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે સી સંપત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ મકવાણા , તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશોકસિંહ ઝાલા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીની પ્રેરક ઉપસ્થિતિ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા, થાન અને ચોટીલા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.

Famous bhatigal folk festival of tarnetar fair 2023 will begin tomorrow

પ્રદર્શનની મુલાકાત લેતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ તરણેતરના મુલાકાતીઓને અહીં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતા આ પ્રદર્શનના આયોજનની સરાહના કરી હતી તેમજ વધુને વધુ લોકો આ પ્રદર્શનની મુલાકાત લે તે માટેની અપીલ પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Bharuch: અંકલેશ્વર બેટમાં ફેરવાયું, હાંસોટ રોડની 15 સોસાયટીના પહેલા માળ સુધી પાણી ઘૂસ્યા, લોકો છત પર રહેવા મજબૂર, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ.

કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત (Surat) ના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઇન્દ્રવદનસિંહ ઝાલાએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 21  સુધી તરણેતર ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન (Multimedia exhibition) સહિતનાં કાર્યક્રમને જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે. સરકારની 9 વર્ષની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ઉપસ્થિત કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ (Junagarh) નાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે પ્રદર્શનના પૂર્વ પ્રચારના ભાગરૂપે વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થાનગઢની શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે આયોજિત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ રહેશે. તેમજ આગામી દિવસોમાં પણ પ્રદર્શન સ્થળ પર આવી વિભિન્ન સ્પર્ધાઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે  મેળાના મુલાકાતથીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી હતી.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version