ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુલાઈ 2020
રાજસ્થાન કોંગ્રેસ વિધાનસભા પક્ષે (સીએલપી) સોમવારે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરીને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની આગેવાનીવાળી સરકારને ટેકો આપ્યો હતો અને ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કરી સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કહ્યું કે કોંગ્રેસના જ જે લોકો પક્ષ વિરોધી કૃત્ય કરે છે તે લોકોને સજા થવી જોઈએ, કારણ કે તે લોકો કોઈપણ પ્રકારની "લોકશાહી" ને માની નથી રહ્યાં એવા લોકો પક્ષની છબીને દૂષિત કરી રહયાં છે."
મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના મીડિયા સલાહકારના જણાવ્યા મુજબ, દિવસની શરૂઆતમાં, જયપુરના મુખ્યમંત્રી નિવાસસ્થાન પર સીએલપીની બેઠકમાં 107 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠક બાદ ધારાસભ્યોને દિલ્હી-જયપુર હાઇવે પરની ફેરમોન્ટ હોટલમાં મોકલવામાં આવ્યા છે. પાયલોટે રવિવારે દાવો કર્યો હતો કે તેમને કોંગ્રેસના 30 ધારાસભ્યો અને કેટલાક અપક્ષોનો ટેકો છે, સાથે જ તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં અશોક ગેહલોત સરકાર લઘુમતીમાં છે.. સૂત્રો ના જણાવ્યા મુજબ સચીન પાયલોટને મનાવવા હવે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. હાલ સચીન પાયલોટ પણ દિલ્હીમાં જ રોકાયાં છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com