News Continuous Bureau | Mumbai
Tejas Plane Crash : રાજસ્થાન ( Rajasthan ) ના જેસલમેર ( Jaisalmer ) માં ભારતીય વાયુસેના ( Indian Air force ) ના એરક્રાફ્ટ તેજસ ( Tejas Aircraft ) સાથે મોટો અકસ્માત થયો છે. ભારત શક્તિ કવાયત દરમિયાન આ એરક્રાફ્ટ ક્રેશ ( Crash ) થયું હતું. એલસીએ તેજસ આજે મંગળવારે (12 માર્ચ) એક ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટમાં ભાગ લેવા માટે પહોંચ્યું હતું. જોકે, પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. હાલ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
જુઓ વિડીયો
#WATCH | Rajasthan | A Light Combat Aircraft (LCA) Tejas of the Indian Air Force crashed near Jaisalmer today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause of the accident. pic.twitter.com/3JZf15Q8eZ
— ANI (@ANI) March 12, 2024
ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું એરક્રાફ્ટ
મહત્વનું છે કે આ અકસ્માત એવા સમયે થયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) ભારત શક્તિ કવાયત જોવા પોખરણ ફાયરિંગ રેન્જ પહોંચ્યા હતા. વાયુસેના તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. એરફોર્સે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન આજે જેસલમેરમાં ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું છે. પાઇલોટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Amrutanjan Healthcare : અમૃતાંજન હેલ્થકેરે આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતાં ઇલેક્ટ્રો+નું લો-સુગર વેરિયન્ટ લોન્ચ કર્યું, આ ખેલાડીને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર
તેજસ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આગના ગોળાની જેમ પડ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના રાજસ્થાનના જેસલમેરની જવાહર કોલોની પાસે બની હતી. તેજસ આગનો ગોળો બનીને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પડ્યો હતો. હોસ્ટેલની દિવાલ સાથે પણ અથડાઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અગાઉ આ વિસ્તારમાં ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)