ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસથી ટેન્શન વધ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ તેલંગાણાના બોમ્મકલ સ્થિત ચલામેડા આનંદરાવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 43 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે.
આ માહિતી કરીમનગરના જિલ્લા તબીબી આરોગ્ય અધિકારીએ આપી છે.
કોલેજો અને હોસ્ટેલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
ઉલેખનીય છે આ પહેલા પણ કેટલાક રાજ્યોમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.