News Continuous Bureau | Mumbai
Tomato Farmer: ટામેટા એવું શાક છે, જે ખોરાકનો સ્વાદ વધારે છે અને રોજ ઉપયોગમાં આવે છે. પરંતુ હાલ ટમેટાના ભાવ ગગન આંબી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ કરતાં પણ એક કિલો ટામેટા ખરીદવા મોંઘા પડી રહ્યાં છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જો કે આ ટામેટાએ એક ખેડૂતનું ભાગ્ય બદલી નાખ્યું છે. એક ખેડૂત ટામેટાં વેચીને કરોડપતિ બન્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશભરમાં ટામેટાના ભાવ આસમાને છે. વિવિધ સ્થળોએ તેની કિંમત 100 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. જેનો ફાયદો ખેડૂતને થયો છે.
એક ખેડૂત ટામેટાં વેચીને કરોડપતિ બન્યો
તેલંગાણાના મેડક જિલ્લાના એક ખેડૂતે (Farmer) છેલ્લા 15 દિવસમાં ટામેટાંનો પાક વેચીને લગભગ બે કરોડ રૂપિયાની કમાણી કરી છે. મેડક જિલ્લાના કૌડીપલ્લી મંડલના મોહમ્મદ નગર ગામના ખેડૂતનું નામ બી મહિપાલ રેડ્ડી છે. મહિપાલ રેડ્ડી પોતાની 20 એકર ખેતીની જમીનમાં ચોખા(rice)ની ખેતી કરતા હતા. પરંતુ, પછી તેણે ટામેટાની ખેતી કરવાનું નક્કી કર્યું અને આનાથી તેનું જીવન બદલાઈ ગયું.
20 એકરના ખેતરે 15 દિવસમાં નસીબ બદલી નાખ્યું
મીડિયા હાઉસને માહિતી આપતા ખેડૂત મહિપાલ રેડ્ડી (Mahipal Reddy) એ કહ્યું કે, તેમના ખેતરમાં 1 કરોડ રૂપિયાની કિંમતનો ટામેટાનો પાક બાકી છે. તેઓ પાકને લઈને ચિંતિત છે કારણ કે સતત વરસાદ (Rain) થી પાકને નુકસાન થશે. રેડ્ડીએ પોતાની 20 એકર જમીન છોડી અને 80 એકર લીઝ પર લીધી, 60 એકરમાં ડાંગરની ખેતી કરી અને બાકીની જમીન પર અન્ય પાક ઉગાડ્યા.
ડાંગરના ખેતરમાં થયેલા નુકસાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે
મહિપાલ રેડ્ડીએ માહિતી આપતાં કહ્યું કે તેઓ પોતાની 20 એકર ખેતરની જમીન માં ચોખાની ખેતી કરતા હતા. પરંતુ ઘણી વખત આ ડાંગરના ખેતરમાં તેમને નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પછી આઠ વર્ષ પહેલા તેણે આઠ એકરમાં શાકભાજી (Vegetable) ઉગાડવાનું શરૂ કર્યું. તે પછી, તેણે ટામેટાની ખેતી કરવાનું વિચાર્યું. તેલંગાણાના બજારમાં ટામેટા સામાન્ય રીતે પડોશી રાજ્ય આંધ્ર પ્રદેશના મદનપલ્લે અને કર્ણાટકના કોલારથી આવે છે. તેથી રેડ્ડીએ તેમની ખેતીની શૈલીઓ અને તકનીકોનો અભ્યાસ કરવા માટે તે સ્થળોની મુલાકાત લીધી અને પછી ટામેટાની ખેતી શરૂ કરી.
આ સમાચાર પણ વાંચો : Pune-Mumbai expressway : મુંબઈ-પુણે એક્સપ્રેસ વે આજે ફરી ‘આ’ સમયગાળા દરમિયાન રહેશે બંધ, ટ્રાફિક ડાયવર્ટ કરાયો..
ટામેટા વેચીને કરોડોની આવક
તેલંગાણા(Telangana)માં એપ્રિલ અને મે માં તાપમાન વધુ હોય છે. આ તાપમાન ટામેટાની ખેતી માટે યોગ્ય નથી, તેથી તાપમાન અને હવામાનની અસરને નિયંત્રણમાં લેવા માટે તેમણે રૂ.16 લાખના ખર્ચે આઠ એકર ટામેટા ના વાવેતર વિસ્તારમાં જાળી લગાવી હતી. એક શેડ બનાવવામાં આવ્યો હતો. આના પરિણામે ટામેટાંનું ઉચ્ચ ઉપજ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થયું. 25 થી 28 કિલો ટામેટા ના બોક્સ રૂ.2500 થી 2700 મળ્યા હતા. તેઓએ લગભગ 7,000 ક્રેટ લગભગ રૂ. 2 કરોડમાં વેચ્યા છે.
રેડ્ડી એપ્રિલમાં ટામેટા વાવે છે અને જૂનના અંત સુધીમાં પાક લણણી માટે તૈયાર થઈ જાય છે. તેઓ ખેતીમાં ટપક સિંચાઈ અને સ્ટેકિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે, જો બધું બરાબર રહેશે, તો તેઓ એક સપ્તાહની અંદર તેમના તમામ ટામેટા વેચી દેશે. રેડ્ડીના ટામેટા હૈદરાબાદ અને તેની બહારના વિસ્તારોમાં બોયાનપલ્લી, શાહપુર અને પતન્ચેરુ માર્કેટમાં વેચાય છે.

