ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
કોરોનાની બીજી લહેર વધારે ઘાતક પુરવાર થતા તેલંગાના હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે તેલંગાના રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાડવાનો નિર્ણય લીધો છે.
આ રાત્રે કર્યું 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હશે, જે પહેલી મે સુધી કાયમ રહેશે. જો કે રાજ્યની અંદર આવાગમન પર કોઈ જ રોક લગાડવામાં આવી નથી. રાત્રી કર્ફ્યુ દરમિયાન ફક્ત હોસ્પિટલ, લેબોરેટરી અને ફાર્મસી ખુલ્લી રહેશે. જરૂરી સુવિધાઓ સાથે જોડાયેલા ન હોય તેવા વ્યક્તિ પર રાત્રી દરમિયાન ઘર બહાર નીકળવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ ના પ્રભાવથી દેશના લગભગ ઘણા ખરા રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે.
