Site icon

Temple Dress Code : મહારાષ્ટ્રના આ શિવ મંદિરમાં લાગુ થયો ડ્રેસ કોડ, હવે ફાટેલા જીન્સ અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને મંદિરમાં નહીં મળે પ્રવેશ..

Dress code enforced for devotees in Kunkeshwar temple

Dress code enforced for devotees in Kunkeshwar temple

News Continuous Bureau | Mumbai 

Temple Dress Code : દક્ષિણ કોંકણના ‘કાશી’ તરીકે પ્રસિદ્ધ શ્રી ક્ષેત્ર કુંકેશ્વર મંદિરમાં પ્રવેશવા માટે ડ્રેસ કોડ (dress code) લાગુ કરવામાં આવ્યો છે.  તેથી, કોંકણમાં ભોલેનાથના દર્શન કરવા આવતા ભક્તોને હાફ પેન્ટ, બર્મુડા, શોર્ટ્સ, મિનીસ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલા જીન્સ અને કેપ્રી પેન્ટ વગેરે પહેરેલા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.  મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે કુંકેશ્વર મંદિરમાં ભારતીય સંસ્કૃતિ, ગરિમા અને પરંપરાઓને જાળવી રાખવા માટે નવો ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવા નિયમોનું પાલન ન કરનાર શ્રદ્ધાળુઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ભાવિકોને મંદિરના નિર્ણયમાં સહકાર આપવા અનુરોધ

હાફ પેન્ટ, શોર્ટ્સ, મીની સ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલા જીન્સ પહેરીને મંદિરમાં પ્રવેશનાર ભક્તોને મંદિર દ્વારા શાલ, ઉપાશ્રય, પંચા, ઓઢણી વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે. મંદિરે માહિતી આપી છે કે દર્શન કર્યા બાદ શાલ, ઉપાશ્રય, પંચા, ઓઢણી પાછા લઈ લેવાશે. ભક્તો અને ભાવિકોને મંદિરના નિર્ણયમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે. શ્રાવણ માસમાં કુંકેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ રહેતી હોય છે. તેની પૃષ્ઠભૂમિમાં આ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.

  કુંકેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં કુંકેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. રત્નાગીરી, સિંધુદુર્ગ, મુંબઈ, રાયગઢ, પાલઘર અને થાણે જિલ્લામાંથી ભક્તો મોટી સંખ્યામાં કુંકેશ્વર મંદિરની મુલાકાત લે છે. તેથી હવે મંદિરમાં આવતા તમામ ભક્તોએ નવા ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : Inflation In India: તહેવારોમાં મોંઘવારી વધશે.. નાણા મંત્રાલયે સરકાર અને આરબીઆઈને આપી આ ચેતવણી..

ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ…

કુંકેશ્વર મંદિર પ્રાચીન પાંડવ કાળનું છે અને મંદિરનું નિર્માણ સ્થાપત્યનું સુંદર ઉદાહરણ છે. અહીં 107 શિવલિંગ છે, જ્યારે કાશીમાં 108 શિવલિંગ છે, પરંતુ આ શિવલિંગ સમુદ્રની કિનારે હોવાથી, તેઓ માત્ર નીચા ભરતી વખતે જ જોઈ શકાય છે. આ મંદિરની પાછળ આવેલા શિવલિંગને કારણે આ સ્થળને કોંકણની કાશી કહેવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ શિવલિંગોને બારે માસ દરિયાના મોજા અથડાતા રહે છે. તેમ છતાં શિવલિંગો જર્જરિત થયા નથી. હાલમાં નીચી ભરતી વખતે માત્ર 5 થી 6 જગ્યાએ જ શિવલિંગ દેખાય છે. શ્રીદેવ કુણકેશ્વરનું સ્થાન ઈસવીસન અગિયારમી સદી પહેલા પ્રસિદ્ધિમાં આવ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 350 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે ખરેખર કુંકેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી.

 

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Exit mobile version