ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
કોરોના મહામારીને કારણે ગયા વર્ષે બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. તેથી આ વર્ષે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે જ વાલી પણ ચિંતિત હતા. જોકે આ વર્ષે ઓફલાઈન પદ્ધતિએ જ પરીક્ષા લેવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના જોખમને જોતા આ વર્ષે પહેલાથી અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ગુરુવારે એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે એસ.એસ.બોર્ડ અને એચ.એસ. બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. ચાલુ શૈક્ષણિક વર્ષની એચ.એસ.સી બોર્ડની લેખિત પરીક્ષા ચોથી માર્ચ 2022થી સાતમી એપ્રિલ, 2022 દરમિયાન રહેશે. બારમાની પ્રેકટીકલ અને ઓરલ પરીક્ષા 14 ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ દરમિયાન થશે તો એસ.એસ.સી બોર્ડની પરીક્ષા ઓરલ અને પ્રેકટીકલ્સ 25 ફેબ્રુઆરીથી 14 માર્ચ રહેશે. 15 માર્ચ 2022થી 18 એપ્રિલ, 2022 સુધી રહેશે.
પેપર પર્ટન અને ઈવોલ્યુશન પદ્ધતિએ એજ્યુકેશન બોર્ડની અમલમાં રહેલી પદ્ધતિ મુજબ થશે. બારમાની પરીક્ષાનું રિઝલ્ટ જૂનના પહેલા અને બીજા અઠવાડિયામાં તો દસમાનું રિઝલ્ટ જુલાઈના પહેલા અથવા બીજા અઠવાડિયામાં જાહેર થશે એવી જાહેરાત એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કરી છે.
આને કહેવાય ભાઈચારો. શહીદ સૈનિકની બહેનના લગ્ન સાથી સૈનિકોએ કરાવ્યા