ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર.
દિલ્લીની બોર્ડર પર ખેડૂતો દ્વારા છેલ્લા એક વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના આંદોલનના સ્ટેજ પાસે યુવકના હાથ-પગ કાપીને હત્યા કરીને તેને લટકાવી દેવાયેલો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ પૂરા બનાવની જવાબદારી શીખોના એક જૂથ નિહંગે લીધી છે. તેનો એક વિડિયો પણ તેમણે બહાર પાડયો હતો. આ દરમિયાન નિહંગ સાથે જોડાયેલા એક વ્યક્તિએ આ પ્રકરણમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
નિહંગ સમુહના નિર્વેર ખાલસા-ઉડના દલ નામના શીખની એક સંસ્થાએ આ પૂરા પ્રકરણની જવાબદારી લીધી છે. તેમણે બહાર પાડેલા વિડિયોમાં કબૂલાત કરી હતી કે 35 વર્ષના યુવકની તેમણે હત્યા કરી હતી. સરબજીત નામના નિહંગે આગળ આવીને હત્યાની જવાબદારી પોતાની માથે લીધી છે.
કિરીટ સોમૈયા નો ગંભીર આરોપ : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવાર સ્કેમ બહાર પડાયું છે.
વિડિયોમાં નિર્વેર ખાલસા-ઉડના દલના પંથ અકાલી બલવિંદર સિંહે કહ્યું હતું કે મોડી રાતના 3 વાગે યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરાયેલા યુવકે ગુરુ ગ્રંથ સાહેબનું અપમાન કર્યું હતું. તેને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેણે પાછું આવું કર્યું તો તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવશે. થોડા દિવસથી તે નિહંગોની શિબિરમાં આવ્યો હતો. અહીં તે સેવા આપતો હતો. એક દિવસ સવારના 3 વાગે તેણે પવિત્ર ગ્રંથ પાસે જઈને તેમનું અપમાન કર્યું હતું અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેનો પીછો કરીને તેને લોકોએ પકડી પાડીને તેના પર હુમલો કર્યો હતો. તેમાં તે માર્યો ગયો હતો.