News Continuous Bureau | Mumbai
Mohammad Ghaus Niazi : કેન્દ્રીય એજન્સીઓએ વિદેશની ધરતી પર મોટી સફળતા હાંસલ કરી છે. વર્ષ 2016માં એજન્સીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના નેતા રુદ્રેશ અને PFI આતંકવાદીની ( PFI terrorists ) હત્યાના આરોપી મોહમ્મદ ગૌજ નિયાઝીની ધરપકડ કરી હતી. આ આતંકવાદી દક્ષિણ આફ્રિકામાં પકડાયો છે.
માહિતી અનુસાર, વર્ષ 2016માં બેંગલુરુમાં RSS નેતા રુદ્રેશની ( Rudresh ) નિર્દયતાથી હત્યા ( Murder Case ) કરવામાં આવી હતી . NIA દ્વારા વોન્ટેડ મોહમ્મદ ગૌસ નયાજી આરએસએસના એક નેતાની હત્યા કરીને ભારતમાંથી ફરાર થઈ ગયો હતો અને વિદેશમાં અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. NIA RSS નેતા રુદ્રેશની હત્યાની તપાસ કરી રહી છે. NIAએ તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું.
ગુજરાત એટીએસ ( Gujarat ATS ) દ્વારા સૌથી પહેલા ટ્રેક કરવામાં આવ્યું હતું..
સાઉથ આફ્રિકામાં તેનું લોકેશન ગુજરાત એટીએસ દ્વારા સૌથી પહેલા ટ્રેક કરવામાં આવ્યું હતું અને ગુજરાત એટીએસ દ્વારા સેન્ટ્રલ એજન્સીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તે સાઉથ આફ્રિકામાં ( South Africa ) ઝડપાયો હતો. આ પછી શનિવારે ટીમ તેની સાથે મુંબઈ પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો : IT Raid in Kanpur: કાનપુરમાં તંબાકુુ વેપારીના ઘરે ITના દરોડો.. 60 કરોડથી વધુની કાર, ચારેબાજુ નોટોના બંડલ, 15 કલાકથી દરોડા ચાલુ..
નોંધનીય છે કે, વર્ષ 2016માં બેંગ્લોરમાં દિવસે દિવસે RSS કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. આરએસએસ કાર્યકર રૂદ્રેશ સંઘના કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ ઘટના બેંગ્લોરના શિવાજીનગર વિસ્તારમાં બની હતી. 35 વર્ષીય રુદ્રેશ સંઘના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક હુમલો રુદ્રેશની હત્યા કરવામાં આવી હતી.