Site icon

શિવસેનાના ગઢ ગણાતા આ જિલ્લામાં ઠાકરે-શિંદે જૂથ સામસામે, હવામાં થયું ફાયરિંગ.. જાણો શું સમગ્ર મામલો

શિવસેનાના ઠાકરે જૂથ અને શિંદે જૂથ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન શિવસેનાના ગઢ ગણાતા નાસિકમાં ગુરુવારે ઠાકરે અને શિંદે જૂથ આમને સામને આવી ગયા હતા.

thackeray and shinde group between dispute and firing in air in nashik

શિવસેનાના ગઢ ગણાતા આ જિલ્લામાં ઠાકરે-શિંદે જૂથ સામસામે, હવામાં થયું ફાયરિંગ.. જાણો શું સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

શિવસેનાના ઠાકરે જૂથ અને શિંદે જૂથ ( thackeray and shinde group ) વચ્ચેનો વિવાદ ( dispute  ) દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન શિવસેનાના ગઢ ગણાતા નાસિકમાં ( nashik ) ગુરુવારે ઠાકરે અને શિંદે જૂથ આમને સામને આવી ગયા હતા. અહીં નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાઈ હતી, દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે હવામાં ફાયરિંગ ( firing  ) કર્યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Join Our WhatsApp Community

બરાબર શું થયું?

નાસિક જિલ્લાના દેવલાલી ગામમાં આવતા મહિને આયોજિત થનારી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ માટે બોલાવવામાં આવી હતી. જેમાં વિવિધ રાજકીય પક્ષોને બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં ચર્ચા દરમિયાન, શિવ જયંતિની ઉજવણી સંબંધિત કેટલાક મુદ્દાઓ પર શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. જોકે બાદમાં આ ચર્ચાએ મારામારીનું સ્વરૂપ લીધું હતું.

આ સમાચાર પણ વાંચો: શું તમે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને સ્ટેજ પર ડાન્સ કરતા જોયા છે? દીકરા અનંતની સગાઈ પ્રસંગે જૂમી ઉઠ્યો આખો પરિવાર. જુઓ વિડિયો.

દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે હવામાં ફાયરીંગ કરતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સમયે બંને જૂથના આગેવાનો તલવાર, કોયતા, લાકડીઓ સાથે દોડી આવ્યા હતા. આથી પોલીસે ભીડને વિખેરવા હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હવે આ વિસ્તારમાં રમખાણ નિયંત્રણ ટીમ તૈનાત કરવામાં આવી છે.

ઉપનગરીય સહાયક પોલીસ નિરીક્ષક સચિન ચૌધરી અને પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેટલાક રાજકીય પક્ષોના પદાધિકારીઓએ પણ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, આ ઘટનામાં કેટલાક શકમંદોની પોલીસે અટકાયત કરી છે અને અન્ય શકમંદોની ધરપકડ ચાલુ છે. આ અંગે સબર્બન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધવાની કામગીરી ચાલી રહી છે.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
Exit mobile version