ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
દક્ષિણ આફ્રિકા માંથી મળી આવેલા કોવિડના નવા વેરિઅન્ટએ મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી દીધી છે .
પ્રાપ્ત જાણકારી મુજબ રવિવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં સાઉથ આફ્રિકાથી પરત ફરેલ યાત્રીમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે.
જો કે, હાલ તે જાણી શકાયું નથી કે સાઉથ આફ્રીકાથી પાછા ફરનાર વ્યક્તિમાં કોવિડના નવા વેરિઅન્ટ, ઓમિક્રોનથી સંક્રમિત છે કે કેમ
કોરોનાગ્રસ્ત વ્યક્તિને KDMCના આર્ટ ગેલેરી આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રીકામાંથી મળી આવેલા કોવિડના નવા વેરીઅન્ટને WHO એ ઝડપથી ફેલાનાર અને ચિંતાજનક વેરીઅન્ટ ગણાવ્યો છે.