News Continuous Bureau | Mumbai
થાણેકરો માટે આ મહત્વના સમાચાર છે. બુધવારે થાણે(Thane)ના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો(water supply) બંધ કરવામાં આવશે. STEM ઓથોરિટી દ્વારા ચોમાસા પૂર્વે જાળવણીની આવશ્યક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામોને કારણે શહેરનો પાણી પુરવઠો(water cut) 15 જૂન બુધવારના રોજ સવારે 9 વાગ્યાથી 16 જૂનને ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન(Thane Municipal Corporation)ના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે આ સમારકામના કામને પગલે નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે શહેર(Thane)માં તબક્કાવાર પાણી પુરવઠો ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શું હવે બે સીટોથી એક સાથે ચૂંટણી નહીં લડી શકાય- જાણો ચૂંટણી પંચની નવી ચોંકાવનારી ભલામણ
પાલિકાની યોજના મુજબ ઘોડબંદર રોડ, પાટલીપાડા, પવારનગર, કોઠારી કમ્પાઉન્ડ, આઝાદનગર, ડોંગરીપાડા, વાઘબીલનો પાણી પુરવઠો બુધવારે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. તો સમતાનગર, ઋતુપાર્ક, સિદ્ધેશ્વર, ઇટરનિટી, જોન્સન, જેલ, સાકેત, ઉથલસર, રેતીબંદર, કાલવાયચા અને મુંબ્રાના કેટલાક ભાગોનો પાણી પુરવઠો(Water cut) બુધવારે રાત્રે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ પાણીકાપ બાદ આગામી એકથી બે દિવસ ઓછા દબાણ સાથે પાણી પુરવઠો મળવાની સંભાવના છે.