ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
ટ્રાફિક જામ અને કોરોનાને લીધે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસની વાહનચાલકો પરની કાર્યવાહી બંધ હતી. ગુરુવારે ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં ગતિ આવી હતી. ટ્રાફિક પોલીસે પ્રતિ કલાક 212 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. એક જ દિવસમાં 5,111 ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહનચાલકો સામે મહત્તમ કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રાફિક જામને રોકવા માટે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કાર્યવાહીના અભાવે શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર વાહનચાલકો નિયમો ભંગ કરી રહ્યા હતા. થાણે ટ્રાફિક પોલીસે આવા વાહનચાલકો પર લગામ લગાવવા માટે ફરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હેલ્મેટ ન પહેરનારા, રિક્ષામાં ત્રણથી વધુ પ્રવાસી, દારૂ પીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી કરી હતી. ગુરુવારે પોલીસે એક જ દિવસમાં 5,111 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. થાણે ટ્રાફિક પોલીસના ડેપ્યુટી કમિશનર બાલાસાહેબ પાટીલે મીડિયાને કહ્યું હતું કે વરસાદ અને કોરોનાને કારણે ડ્રાઈવરો સામે કાર્યવાહી ધીમી પડી ગઇ હતી. અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોને શિસ્ત સમજાવવા માટે ફરી એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસે 5 હજારથી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. આગળ કાર્યવાહી ચાલુ રહેશે.
નવી મુંબઈ ટ્રાફિક પોલીસે બાઇક સવારો પર કાનૂની પકડ વધુ કડક કરી છે. નવી મુંબઈમાં પનવેલ, ઉરણ, સીબીડી, વાશી, કોપરખૈરાણે, એપીએમસી, તુર્ભે, કલંબોલી, મહાપે વગેરે સ્થળોએ ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિનાના 815 બાઇક સવારો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.