અહો આશ્ચર્યમ્ !! ભગવાને આપેલી ખોટ ને ડૉક્ટરએ પુરી કરી.. 74 વર્ષની મહિલાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

22 સપ્ટેમ્બર 2020

આંધ્ર પ્રદેશમાં 74 વર્ષની એક મહિલાએ જોડિયા છોકરીઓને જન્મ આપ્યો છે. તેણે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન(IVF) પદ્ધતિથી બાળકીઓને જન્મ આપ્યો છે. આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લાના નેલાપાર્થીપાડુ ગામના રહેવાસી ઇરામતી માંગે અમ્માએ સિઝરીયન પદ્ધતિથી નજીકની હોસ્પિટલમાં બાળકીઓને જન્મ આપ્યો હતો.

હોસ્પિટલના ડાયરેક્ટરના કહેવા પ્રમાણે સર્જરી સફળતાપૂર્વક થઇ હતી અને બન્ને બાળકીઓ સ્વસ્થ છે. આ એક દુર્લભ કેસ છે. પુરવાર થયું છે કે ડાયાબિટીઝ કે અન્ય કોઇ સમસ્યા હોય તો પણ આ ઉંમરે બાળકો સહજતાથી પેદા કરી શકાય છે. માત્ર તેઓ બાળકોને ફીડિંગ નહિ કરાવી શકે. પણ તેની ચિંતા નથી કારણ કે આજકાલ મિલ્ક બેન્કમાંથી બાળકોને દૂધ મેળવી શકાય છે.

ઇરામતી અમ્માના લગ્ન રાજા રાવ સાથે 1962માં થયા હતા. છેલ્લા 57 વર્ષથી તેમના ઘરે કોઇ સંતાન નથી. ઉમાશંકરના કહેવા પ્રમાણે વર્ષો સુધી હોસ્પિટલમાં સારવાર લેવા છતાં પણ તેઓ સંતાન પ્રાપ્ત ન કરી શક્યા હતાં. 25 વર્ષ પહેલા તેઓને મેનોપોઝ આવી ગયું હતું. પરંતુ આઇવીએફની માહિતી મળતા તેઓ નિષ્ણાત ડૉક્ટર પાસે ગયાં હતાં. ડૉક્ટર એ દરેક ટેસ્ટ કરી જાણ્યું કે તેઓ આ પ્રક્રિયા માટે ફીટ છે .. તપાસમાં બહાર આવ્યું કે 74 વર્ષે પણ તેઓ એકદમ સ્વસ્થ  હતાં.. જેથી તેઓ માતા બની શક્યાં. આમ કહી શકાય કે આજે માતૃત્વ મેળવવા માટે કોઈ ઉંમરનો બાધ નથી..

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment