Site icon

લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

અનેક આંદોલન(Protest) થકી સરકારને હચમચાવી મૂકનાર વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા(Senior social worker) અણ્ણા હજારે(Anna Hazare) સામે જ આંદોલન કરવામાં આવવાનું છે. તેમના ગામ રાલેગણ સિદ્ધિમાં(Ralegan Siddhi) સામાજિક કાર્યકર્તા સોમનાથ કાશીદ(Social worker Somnath Kashid) તેમની સામે  આંદોલન કરવાના છે.  

Join Our WhatsApp Community

આંદોલન અને ભૂખ હડતાલ(Hunger Strike) દ્વારા લોકોના પ્રશ્નોના જવાબ સરકાર પાસે માગનારા અણ્ણા હઝારેના વિરોધમાં તેમના ગામ જ આંદોલન કરવાની જાહેરાતને પગલે ખળભળાટ મચી ગયો છે. આંદોલનકારીએ(Protesters) તેમને ચેતવણી આપી છે કે તેઓ રાલેગણ સિદ્ધિ ખાતે વધતી મોંઘવારી(Inflation) સામે સૂતેલા અણ્ણા હજારેને જગાડવા માટે પહેલી જૂને આંદોલન કરવાના છે.

ભાજપ સરકારે(BJP govt) છેલ્લી બે લોકસભા ચૂંટણી(Elections) દરમિયાન આપેલા વચનો પાળ્યાં નથી. આ ઉપરાંત મોંઘવારી ઝડપથી વધી રહી છે. અણ્ણા હજારેએ સરકાર સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. સામાન્ય માણસને તકલીફ પડી રહી છે એવો દાવના સામે સોમનાથ કાશિદે અણ્ણા હજારે વિરુદ્ધ રાલેગણ સિદ્ધિ ખાતે 'અન્ના ઉઠાવો' આંદોલન કરવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

સ્થાનિક સ્તરે એલપીજીના(LPG price) વધતા ભાવ, બળતણ અને ખાદ્યતેલની(Food Oil) વધતી કિંમતો તેમજ ખાદ્યપદાર્થોની વધતી કિંમતોએ સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. મોંઘવારી સામે વ્યાપક આક્રોશ અને સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.  ત્યારે અણ્ણા હજારે કેવી રીતે શાંત છે જ્યારે લોકો મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે.  જો અણ્ણા હજારે ઊંઘતા હોય તો તેમણે જાગવાની જરૂર છે  એવી નારાજગી સોમનાથ કાશીદે વ્યક્ત કરી હતી. 

અહીં ઉલ્લેખીય છે કે વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાજ્યમાં મહાવિકાસ અઘાડીને(Mahavikas aghadi) લોકાયુક્તના(Lokayukta) મુદ્દે આંદોલન કરવાની ચેતવણી આપી છે. અણ્ણા હજારેએ ઠાકરે સરકારને(Thackeray Govt) ચેતવણી આપી છે કે તેઓ કાં તો કાયદો ઘડે અથવા સરકારમાંથી રાજીનામું આપે. દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM uddhav thackeray) લોકાયુક્ત કાયદો બનાવવાની લેખિત ખાતરી આપી હતી. જો કે, અઢી વર્ષ પછી પણ કંઈ થઈ રહ્યું ન હોવાનો અફસોસ અણ્ણા હજારેએ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : થાણેવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો, MMRDA એ લીધો આ મોટો આ નિર્ણય.. જાણો વિગતે
 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version