ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
અમુક નેતાઓ એવા હોય છે જે સદાયે ભિક્ષુકની અવસ્થામાં જોવા મળે છે. આ નેતાઓનું કામ માત્ર બીજી સરકારો, કેન્દ્ર સરકાર અને અન્ય લોકો પાસેથી માત્ર માગણી કરવાનું જ હોય છે. તેઓ માત્ર ને માત્ર ચૂંટાયેલા ભિક્ષુક જેવા દેખાય છે.
આવા જ એક ભિક્ષુક નેતાએ કેન્દ્ર સરકાર પાસે માગણી મૂકી છે કે તમે ગુજરાતને મદદ કરી છે તો મહારાષ્ટ્રને પણ કરો.
હકીકતે વિગત એવી છે કે ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતાં અનેક ગણું વધુ નુકસાન થયું છે. 3,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે અને જે લોકો બરબાદ થઈ ગયા તેમની આર્થિક મુશ્કેલીઓ પારાવાર છે. આ પરિસ્થિતિમાં પાયાગત અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્ર સરકારે રાજ્યને ગ્રાન્ટ આપી છે. બીજી તરફ જે વાવાઝોડું મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું નથી, પરંતુ કિનારાના ભાગને મોટા પાયે નુકસાન કર્યું છે એ માટે રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ યોજના જાહેર થઈ નથી. બીજું, મહારાષ્ટ્ર સરકાર તરફથી કેન્દ્ર સરકાર પાસે આધિકારિક રીતે મદદની કોઈ માગણી કરવામાં આવી નથી.
આ પરિસ્થિતિમાં મદદ શી રીતે શક્ય છે?