ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
ઔરંગાબાદમાં ઠાકરે સરકાર દ્વારા બાળાસાહેબ ઠાકરે સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. આ સ્મારક બનાવતી વેળા મોટી સંખ્યામાં વૃક્ષોની કતલ કરવામાં આવી રહી છે તેવી ફરિયાદ ઉઠી હતી. આ ફરિયાદના અનુસંધાનમાં ઔરંગાબાદ બેંચ દ્વારા ઘટના સ્થળની સમીક્ષા કરવામાં આવી હતી.
સમીક્ષા બાદ કોર્ટે નોંધ્યું કે આ પાર્કમાં થી ૧૨૨૫ વૃક્ષો ગાયબ છે.
કામ શરૂ થયા અગાઉ અહીં પાર્કમાં ૯૮૮૫ વૃક્ષો હતા જ્યારે કે આજની તારીખમાં અહીં ૮૯૭૦ વૃક્ષો ઉભા છે.
એટલે કે જેટલા વૃક્ષો ગાયબ થયા છે તેનો કોઈ હિસાબ મળતો નથી.
આ અનુસંધાન થી કોર્ટે નિર્ણય આપ્યો છે કે જ્યાં સુધી સમગ્ર મામલે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી બાળાસાહેબ ઠાકરે સ્મારકનું કામ રોકવામાં આવે.
એક તરફ મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે વૃક્ષ બચાવવાની ઝુંબેશ કરે છે તેમજ મુંબઈની આરે કોલોની માં વૃક્ષ તોડવાના મામલે મેટ્રો નું કામ અટકાવી દે છે. ત્યારે બીજી તરફ પોતાના પરિજનો નું સ્મારક બનાવવા માટે હજારો વૃક્ષોને તોડી નાખે છે.