News Continuous Bureau | Mumbai
છેલ્લા થોડા દિવસથી શિરડી સાંઈબાબા મંદિરના(Shirdi Saibaba Temple) ટ્રસ્ટીગણે લીધેલા અમુક નિર્ણયને કારણે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઔરંગાબાદ હાઈકોર્ટે(Aurangabad High Court) શિરડીના સાંઈબાબા મંદિરના ટ્રસ્ટી મંડળને(Board of Trustees of the temple) બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બેંચે આગામી બે મહિનામાં ટ્રસ્ટી મંડળની નવી નિમણૂક કરવામાં આવે તેવી સૂચના પણ આપી છે.
થોડા દિવસો પહેલા શિરડીના સાંઈ મંદિરમાં ભક્તોને ફૂલ-માળા (flower-garland) લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે સાંઈબાબા મંદિર વિસ્તારમાં મોટો વિરોધ થયો હતો. આ અંગે પણ એક મહિનાની અંદર નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે હવે ઔરંગાબાદ બેન્ચે શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટી બોર્ડને લઈને ચોંકાવનારો નિર્ણય આપ્યો છે. ટ્રસ્ટી મંડળને વિખેરી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને બેંચે આગામી બે મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવાની સૂચના પણ આપી છે. તેથી શિરડી સાંઈબાબા સંસ્થાન મંડળ (Shirdi Saibaba Sansthan Mandal) ફરી ચર્ચામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો :NCPની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં સ્ટેજ છોડીને જવાના મુદ્દે અજીત પવારે કરી સ્પષ્ટતા- હાઈકમાન્ડ સાથેના મતભેદ અંગે કહી આ વાત
દરમિયાન, શિરડી સાંઈ બાબા મંદિર સંસ્થાનના ટ્રસ્ટી મંડળની નિમણૂક છ મહિના પહેલા કરવામાં આવી હતી. પરંતુ ત્યારથી આ ટ્રસ્ટી મંડળનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સાઈબાબા મંદિર સંસ્થાનના જાહેરનામા મુજબ ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં આવી નથી. આ પૃષ્ઠભૂમિમાં, ટ્રસ્ટી મંડળની નિમણૂક સામે ઓરંગાબાદ બેંચ(Aurangabad Bench) સમક્ષ અરજી દાખલ કરીને એવી માગણી કરવામાં આવી હતી કે ટ્રસ્ટી મંડળનું વિસર્જન કરવું જોઈએ, કારણ કે તે સાંઈબાબા મંદિર સંસ્થાનના નિયમોને આધીન નથી. આ કેસ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ઔરંગાબાદ બેન્ચમાં હતો.
ઔરંગાબાદ બેન્ચ આ અંગે છેલ્લા ચાર-પાંચ મહિનાથી સુનાવણી કરી રહી હતી. આખરે આજે ઔરંગાબાદ બેંચે શિરડી સાંઈબાબા મંદિર સંસ્થાનના ટ્રસ્ટી મંડળને બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, આ બોર્ડના વિસર્જન પછી, ઔરંગાબાદ બેંચે આગામી બે મહિનામાં નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવાનો આદેશ પણ આપ્યો છે. શિરડી સાંઈબાબા મંદિર સંસ્થાનનું ટ્રસ્ટી મંડળ રાજ્યભરમાંથી સભ્યોની નિમણૂક કરે છે અને આ બોર્ડમાં 16 લોકો ચૂંટાય છે.
આ સમાચાર પણ વાંચો : હવે ખુલશે સોનાલી ફોગાટની હત્યાનું રહસ્ય- ગોવા સરકારે કેસ આ તપાસ એજન્સીને સોંપવાનો નિર્ણય લીધો- જાણો વિગતે