ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહાવિકાસ આધાડી સરકારે થોડા દિવસ પહેલા ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના અનધિકૃત બાંધકામનો દંડ અને વ્યાજ માફ કરવાનો નિર્ણય લીધો છે. તેને ભાજપે અત્યંત ગંભીર બાબત ગણાવી છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે માંગણી કરી છે કે આ નિર્ણય લેનાર ઠાકરે સરકારના મંત્રીઓ સામે ફોજદારી કેસ દાખલ કરીને કેબિનેટને બરખાસ્ત કરવામાં આવે.
ભાજપના પ્રદેશાઅધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મંગળવારે એક પત્રકાર પરિષદ લીધી હતી, જેમાં ઠાકરેના સરકારના આ નિર્ણયને ગંભીર ગુનો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અનધિકૃત રીતે નાણાં ઉછીના આપે છે, તો સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર જેલમાં જાય છે. તેવી જ રીતે આ નિર્ણયનું સમર્થન કરનાર દરેક મંત્રી સામે કાર્યવાહી થવી જોઈએ. ચંદ્રકાંત પાટીલે એમ પણ કહ્યું કે અમે લોકાયુક્ત અને રાજ્યપાલ પાસે માંગ કરીશું કે સમગ્ર મંત્રીમંડળને બરખાસ્ત કરવામાં આવે.
આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નાના પટોલેના અપમાનજનક નિવેદનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભાજપ આ મુદ્દે કોર્ટમાં જઈને નાના પટોલે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે એવું કહ્યું હતું.
મહાવિકાસગાડીની સરકારે થોડા દિવસો પહેલા ધારાસભ્ય પ્રતાપ સરનાઈકનો અનધિકૃત બાંધકામ બદલ દંડ અને વ્યાજ