ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
2 જુલાઈ 2020
મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઇમાં ગણેશોત્સવ ની વર્ષભર રાહ જોવાતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે ધામધૂમથી બાપ્પાના વિસર્જનની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. પરંતુ દરેક સોસાયટીએ પોતાજ પરિસરમાં કૃત્રિમ તળાવ બનાવી તેમાં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે, એવા આદેશ પ્રશાસન દ્વારા જલ્દી જ આપવામાં આવી શકે છે. ચાલુ વર્ષે ચોપાટી તેમજ મુંબઇના દરિયા કિનારા ઉપર મૂર્તિ વિસર્જન ન કરતા વધુ ને વધુ કૃત્રિમ તળાવો બનાવી સ્થાનિક ધોરણે વિસર્જન કરવા પર સરકાર જોર આપી રહી છે. આની પાછળ બે આશય છે. એક તો કોરોનાની ગાઈડલાઈન નું પાલન થઈ શકે, તેમજ દરિયાના પાણીને પ્રદૂષિત થતું બચાવવાનું છે અને આ સાથે જ સરકારે એ નિયમ પણ બનાવ્યા છે કે સાર્વજનિક ગણેશની મૂર્તિની ઊંચાઈ ચાર ફુટથી વધુ ન હોય.
આ કૃત્રિમ તળાવ નું નિર્માણ મહારાષ્ટ્ર ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવશે. સામાન્ય રીતે મુંબઈની ગિરગાંવ ચોપાટી, શિવાજી પાર્ક, જુહુ ચોપાટી સહિત 84 જેટલા સ્થળો પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જેમાંથી આ વર્ષે 34 જગ્યા ઉપર કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. પ્રશાસન દ્વારા આ તમામ તૈયારીઓ ભીડ ને જમા થતી રોકવા માટે થઈ રહી છે. હાલ કોરોના ફેલાતો રોકવા માટે લોકો વચ્ચે એક અંતર હોવું જરૂરી છે અને એ માટે સરકાર લોકડાઉન તેમજ ધારા 144 લાગુ કરવા જેવા પગલાં પણ ઉઠાવી રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com