ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
કોઈ પણ ધર્મની વ્યક્તિ બીજો ધર્મ સ્વીકારે એટલે કે ધર્માતર કરે છતાં તે વ્યક્તની જાતિ બદલાતી નથી. તેથી ધર્માતરણ ના આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરી શકાય નહીં એવો મહત્વનો ચુકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે.
કોર્ટના જસ્ટિસ એસ.એસ. સુબ્રમણ્યમે તાજેતરમા ધર્માતરણને આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણની માગણી કરનારા એસ.પોલની રિટ અરજી ફગાવી દીધી હતી. સેલમ જિલ્લા પ્રશાસને અરજદાર રાજને આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનો સ્પષ્ટ નકાર ભર્યો હતો. તેને મદ્રાસ હાઈકોર્ટમાં પડકારી હતી.
લો બોલો! અયોધ્યા બાદ હવે 6 ડિસેમ્બરના આ વિવાદિત સ્થળે થશે કારસેવા, જાણો વિગત,