News Continuous Bureau | Mumbai
હવે એવું લાગી રહ્યું છે કે રાજનીતિએ(politics) સમાજસેવા(social service) નહિ પરંતુ પૂરી રીતે પૈસા નો ખેલ છે. એકનાથ શિંદે(Eknath Shinde) ખાનગી વિમાન થી(Private plane) તમામ ધારાસભ્યોને(MLA) સુરતથી ગુવાહાટી(Surat to Guwahati) લઈ ગયા હતા. આ વિમાન નું ભાડું 50 લાખ રૂપિયા આવ્યું છે. આ ઉપરાંત જે ફાઇવ સ્ટાર હોટલમાં(five star hotel) ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે તે હોટલમાં ધારાસભ્યોનો પ્રતિદિન ભોજનનો ખર્ચ(Meal costs) આઠ લાખ રૂપિયા છે. તેમજ એક સપ્તાહ સુધી ધારાસભ્યોને હોટલમાં રાખવાનો ખર્ચ 40 લાખ રૂપિયા આવવાનો છે. તમામ ધારાસભ્યો માટે હોટેલમાં કુલ મળીને 77 રૂમ બુક કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પ્રાઇવેટ સિકયુરીટી(Private Security) અને અનેક ખાનગી સચિવોને(Private secretaries) પણ હોટલમાં રૂમ આપવામાં આવ્યા છે. આમ એકનાથ શિંદે બળવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : શિંદે ગ્રુપની જોરદાર દમદાટી- એક શાખા પ્રમુખે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી તો ધમકાવી નાખ્યો.