મહારાષ્ટ્રમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મળેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે સકારાત્મક ચર્ચા થઈ છે. આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક મીડિયા હાઉસને માહિતી આપી હતી. એ મુજબ દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં લઈ શકે છે.
દુકાનો, મૉલ, રેસ્ટોરાંસ, સલૂન્સ અને પાર્લર ધીમે-ધીમે વધુ કર્મચારીઓ સાથે શરૂ કરાશે. ઉપરાંત વીકએન્ડ લૉકડાઉન માત્ર હવે રવિવાર પૂરતું જ કરવામાં આવે એવી શક્યતા ટોપેએ દર્શાવી હતી. એટલે કે દુકાનો અને મૉલ શનિવારે પણ ખુલ્લાં રહી શકશે. બીજી બાજુ ખાનગી ઑફિસો પણ 50% કર્મચારીઓની હાજરી સાથે શરૂ કરી શકાય છે, પરંતુ એ.સી. બંધ રાખવું પડશે.
મુંબઈમાં 30 જુલાઈથી આ લોકોને મળશે ઘરમાં કોરોનાની વેક્સિન; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અને તેની વિગતવાર ગાઇડલાઇન રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. જોકેઆ બેઠકમાં મુંબઈ લોકલ સંદર્ભે હજી સકારાત્મક નિર્ણય લેવાયો નથી. આગામી ૧૫ દિવસમાં એ સંદર્ભે પણ નિર્ણય લેવાશે એમ ટોપેએ ઉમેર્યું હતું.
