News Continuous Bureau | Mumbai
Enforcement Directorate : Raid ED એ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર કે. રામની કેટલીક યોજનાઓના અમલીકરણ માં કથિત અનિયમિતતા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ સંદર્ભે દરોડાનો સિલસિલો સતત ચાલુ છે. રાંચી ખાતે રેડ પાડવામાં આવી હતી જ્યાં ગ્રામીણ વિકાસ મંત્રીના પીએસ ( Sanjiv Lal PS ) ના ઘરેથી લગભગ ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા રોકડા અને અનેક ઘરેણા મળી આવ્યા છે.
#ચૂંટણીના સમયે જ #દરોડો, કરોડોની કેશ જમા. વિડીયો થયો #વાયરલ. #RANCHI #enforcementdirectorate #edraid #SanjivLal #ps #viralvideo #newscontinuous pic.twitter.com/gAIotc5aSF
— news continuous (@NewsContinuous) May 6, 2024
Enforcement Directorate : Raid મદદનીશ નો પગાર અમુક હજાર રૂપિયા અને ઘરમાં કરોડો રૂપિયા. વિડિયો વાયરલ
એક તરફ મંત્રી સંત્રીઓના ઘરે રોકડ રકમ મળી રહી છે ત્યારે બીજી તરફ હવે તેમના કર્મચારીઓના ઘરેથી પણ કરોડો રૂપિયા મળી રહ્યા છે. રાંચી ( Ranchi ) ખાતે જે રેડ ( ED Raid ) પડી છે તેમાં ૨૦ થી ૩૦ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આનો વિડીયો વાયરલ ( Viral video ) થતા હોબાળો મચ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024: ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક