ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
18 જુન 2020
લોકડાઉન દરમિયાન ગુજરાત સહિત દેશભરના ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે 81 થી વધુ દિવસ બાદ જગવિખ્યાત ડાકોરના રણછોડરાયના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. આની જાણ થતાં જ ભક્તો માં આનંદ જોવા મળી રહ્યો છે.
ભગવાનના દર્શનનો લાભ લેવા માટે મંદિરમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ બે હાથની દૂરી જેટલું અંતર રાખી ઊભા રહેવું પડશે. માસ્ક પહેરવું ફરજીયાત છે. સાથે જ દસ વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધોને ડાકોરના મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
બીજી બાજુ આટલા દિવસો બાદ મંદિર ખુલતું હોવાથી મંદિર પ્રશાસન પણ ભીડને કાબૂમાં રાખવાના ઉપાયો સાથે સજ્જ છે. જે માટે ડાકોરના સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ભીડ પર નિયંત્રણ માટે બંદોબસ્ત કરવામાં આવ્યો છે કારણકે ડાકોરમાં માત્ર ગુજરાતના જ નહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું દર્શન કરવા માટે આવતા હોય છે…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com