Site icon

પવિત્ર ચારધામ યાત્રા પર ઠગોનો અડ્ડો… આ રીતે શ્રદ્ધાળુઓને સાથે કરી રહ્યું છે ઠગી… જાણો વિગતે

થોડા દિવસોમાં જ શરૂ થશે ચારધામ યાત્રા: હોટેલીયર્સમાં ચિંતા અને નિરાશાનું વાતાવરણ, જાણો શું છે કારણ

થોડા દિવસોમાં જ શરૂ થશે ચારધામ યાત્રા: હોટેલીયર્સમાં ચિંતા અને નિરાશાનું વાતાવરણ, જાણો શું છે કારણ

 News Continuous Bureau | Mumbai

કોરોનાને(Corona) કારણે સળંગ બે વર્ષ સુધી ચારધામ યાત્રા(Chardham Yatra) બંધ રહી હતી. તેથી આ વર્ષે ચારધામ યાત્રા માટે લોકોના ટોળાને ટોળા ઉમટી રહ્યા છે. મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા હોવાથી હવે અહીં ચારધામ માટે સ્લોટબુક(Slotbook) થયા બાદ હરિદ્વારમાં(Haridwar) નોંધણીને લઈને દલાલો પણ સક્રિય થઈ ગયા છે. દલાલો દ્વારા લોકોને રજિસ્ટ્રેશનના નામે છેતરવાની અનેક ફરિયાદો આવી રહી છે.

Join Our WhatsApp Community

સ્થાનિક ટ્રાવેલ એસોસિએશનના(local travel association) આરોપ મુજબ યાત્રીઓ પાસેથી રજીસ્ટ્રેશન દીઠ 500 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. એસોસિએશને આ અંગે જિલ્લા પ્રવાસન અધિકારીને(District Tourism Officer) ફરિયાદ પણ કરવામાં આવી છે.

એસોસિએશનના કહેવા મુજબ જૂન સુધી બુકિંગ ફુલ છે તો મુસાફરોને ચારધામ કેવી રીતે લઈ જવામાં આવી રહ્યા છે? અસોસિએશને આ મામલે તપાસની માંગ કરી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે સરકારની સૂચના મુજબ ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ માટે હરિદ્વાર રેલવે સ્ટેશન(Haridwar Railway Station) અને ટુરિઝમ ઓફિસ(Tourism Office) રાહી મોટેલ સિવાય ઓનલાઈન રજીસ્ટ્રેશન(Online registration) કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન… મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ દરદીઓની સંખ્યા 2000 થી વધુ. જાણો વિગતે

એસોસિએશનનો આરોપ છે કે હરિદ્વારમાં કેટલાક ઠગો  મુસાફરોને છેતરવાનું કામ કરી રહ્યા છે. આ લોકો રાહી મોટેલની આસપાસ જ જોવા મળે છે. જે દરેક પેસેન્જર પાસેથી રજીસ્ટ્રેશન દીઠ રૂ. 500 સુધી વસૂલ કરી રહી છે. મુસાફરોએ અસોસિએશન પાસે આવીને રજીસ્ટ્રેશન માટે પૈસા વસૂલવાની ફરિયાદ કરી છે. આ અંગે જિલ્લા પ્રવાસન અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. 

જિલ્લા પ્રવાસન અધિકારી સુરેશ યાદવે મીડિયા હાઉસને જણાવ્યા મુજબ લોકોને ઠગવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતાં જ શ્રદ્ધાળુઓની સુવિધા માટે અમે આવા લોકોથી સાવધાન રહેવા માટે નોંધણી કાઉન્ટર પર નોટિસ પણ ચોંટાડી દીધી છે. આવા રજીસ્ટ્રેશન માટે કોઈપણ ભક્તે કોઈપણ રીતે પૈસા આપવા જોઈએ નહીં. તેમજ આવું કરનાર સામે 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
 

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version