ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્ર સરકારના સામાજિક વિકાસ મંત્રી વિજય વડટ્ટીવારે શનિવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.એક ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ ઘણી મોટી સંખ્યામાં વધી રહ્યા છે. આથી આગામી સપ્તાહે એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે જેમાં મહારાષ્ટ્રના અનેક શહેરોમાં 9:00 વાગ્યાથી સવારે સાત વાગ્યાની વચ્ચે કર્ફ્યુ લગાડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
જે શહેરોમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે. જોકે તેમણે હજી એ વાતનો ફોડ પાડ્યો નથી કે કયા કયા શહેરમાં રાત્રી કર્ફ્યુ આવશે. બીજી તરફ તેમણે જણાવ્યું કે શાળામાં પરીક્ષાઓ શી રીતે લેવી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી સપ્તાહે નિર્ણય લેશે.