ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્રમાં આજે દસમા ધોરણનું પરિણામ 1.00 વાગ્યે જાહેર થવાનું હતું, પરંતુ ૧.૫૦ વાગ્યે જ્યારે સમાચાર લખાય છે ત્યારે હજુ સુધી આવ્યું નથી. રિઝલ્ટની લિન્ક ઓપન થાય એ પહેલાં જ સર્વર ડાઉન થઈ ગયું હતું. વિદ્યાર્થીઓ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જોકેઅચાનક સર્વર ડાઉન થઈ જતાં વિદ્યાર્થીઓએ વધુ સમય રાહ જોવી પડશે.
શિક્ષણ વિભાગની mahresult.nic.in, sscresult.mkcl.org, maharashtraeducation.com, mh-ssc.ac.in, અને mahahsscboard.in તમામ વેબસાઇટ પર રિઝલ્ટ 1.00 વાગ્યે ઉપલબ્ધ થયાં ન હતાં. એથી હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.
