News Continuous Bureau | Mumbai
હાલ એકનાથ શિંદે(Eknath Shinde) ગ્રુપના તમામ ધારાસભ્યો(MLAs) અને સંસદ સભ્યો ગુવાહાટી(Guwahati)ની હોટલમાં છે. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)માં ગજબની બેચેની છે. આખરે હોટલમાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે નેતાઓ આસામ(Assam) પહોંચી ગયા છે. આ નેતાઓ હોટલની બહાર ફરતા દેખાય છે. મળતી જાણકારી મુજબ આ બંને નેતા સુપ્રિયા સુળે(Supriya Sule)ના કટ્ટર સમર્થક છે. કુલશ કરંજાવણે કે જેઓ રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસના સચિવ છે તેમજ સુહાસ ઉભે કે જેઓ રાજ્યના સમયક છે તેઓ અત્યારે આસામમાં છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો- મુંબઈમાં પાણીની કટોકટી ગંભીર- આ સોમવારથી શહરેમાં આટલા ટકા પાણીકાપ
ઉલ્લેખનીય છે કે ગત બે દિવસમાં શરદ પવારે(NCP Chief Sharad Pawar) બે વખત ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે મુલાકાત કરી છે તેમજ બળવો શાંત કરવા માટે રણનીતિ પર ચર્ચા થઈ છે. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ હવે પોતે શિવસેનાના નારાજ ધારાસભ્યો(Rebel MLAs) ની આસપાસ ફરી રહ્યા છે.