ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
મહાબળેશ્વરને કોરોનાથી મુક્ત કરવા નગરપાલિકા કમર કસી રહી છે અને વિવિધ પગલાં લઈ રહી છે. હવે નગરપાલિકાએ નવો ઉપક્રમ શરૂ કર્યો છે. હવે હોટસ્પોટ્સ બની ગયેલી હાઉસિંગ સોસાયટીઓમાં વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવશે અને રહેવાસીઓનો એક જ સમયે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ચીફ ઓફિસર પલ્લવી પાટીલે મીડિયાને ઉપરોક્ત માહિતી આપી હતી.
નગરપાલિકાના ઘણા પ્રયત્નો છતાં સાતારા જિલ્લામાં કોરોના કાબૂમાં આવતો નથી. મંગળવારે મુખ્ય અધિકારી પાટીલની હાજરીમાં આ પ્રકારના પરીક્ષણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ ૫૦ લોકોનાંપરીક્ષણ કરાયાં હતાં. જેમાંથી ત્રણ મહિલાઅને ત્રણ પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને હોમ આઇસોલેટ કરાયાં હતાં. ત્યાર બાદ ગણેશનગર સોસાયટી, દત્તનગર સોસાયટી, અંબિકા અને નામદેવ સોસાયટી, મુનવર સોસાયટી, જનનીમાતા સોસાયટી, જિજામાતા સોસાયટી ખાતે પણ આ શિબિર યોજાશે તેવી માહિતી મુખ્ય અધિકારી પાટીલે મીડિયાને આપી હતી.
મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનના આટલા ડોઝ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું; જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે સતારા જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે તેને કાબૂ કરવા નગરપાલિકાએ આવાંપગલાં લીધાં છે.
