ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશમાં સુધ્ધા પ્રાચી લોકકલા લુપ્ત થઈ રહી છે. શહેરોમાં તો નહીં પણ પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજી લોકકલાને જીવંત રાખનારા કલાકારો હજી જોવા મળે છે. પરંતુ બદનસીબે લોક કલાને જીવંત રાખનારા આ કલાકારોને તેમનું પોતાનું અસ્તિવ ટકાવવાનું જ મુશ્કેલ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં આવો જ એક નાથપંથી ડવરી ગોસાવી સમાજ છે, જે ડવરી અને ગોંધળી સમાજ તરીકે પણ ઓળખાય છે. તેઓ ઘરે-ધરે ફરીને આરતી અને ભજનો કરીને આજીવિકા રળે છે. મહારાષ્ટ્ર સરકારે ડવરી ગોંધળી સમાજનો ભટકતી જમાતમાં સમાવેશ કર્યો છે. નાથપંથી ડવરી ગોંધળી તરીકે ઓળખાતા આ સમાજના લોકો નવરાત્રોત્સવ દરમિયાન ખાસ ઘરે ધરે જઈને ભજન અને ગીતો ગાઈને માતાજીના નામે લોકો પાસે ભિક્ષા માગતા હોય છે. જેને મરાઠીમાં ભિક્ષા નહીં પણ “ દેવી ચા જોગવા“ કહેવામાં આવે છે.
હોય નહીં! અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રો ઘટાડયા, જાણો કેટલા આજે અણુ શસ્ત્રો છે
આવી જ એક મામા-ભાણેજ સુરેશ શિંદ અને માનસિંગ બાબર નામની જોડી છે, જે નવરાત્રી દરમિયાન ઘરે-ઘરે જઈને સંબળ અને તુણતુણ નામનું વાંજિત્ર વગાડીને માતાજીના વખાણ કરતા ભજનો ગાય છે. બંને મોટી ઉમરના હોવા છતા રોજ અનેક ઈમારતોના દાદરા ચઢીને અવાજ ચઢાવીને ભજનો અને ગીતો ગાતા હોય છે. મહારાષ્ટ્રના અમુક ગામ તો હજી પણ લગ્ન પ્રસંગે, વાસ્તુશાંતી, ગૃહ પ્રવેશ જેવા શુભકાર્યો દરમિયાન તેમને ખાસ આગ્રહ કરીને બોલાવવામાં આવતા હોય છે.