Site icon

મળો, આ લુપ્ત થનારી મહારાષ્ટ્રની લોકકલાને જીવંત રાખનારા નાથપંથી ડવરી ગોસાવી સમાજના મામા-ભાણેજને, જે ઘરે ઘરે જઈ નાથપંથી જીવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે; જુઓ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશમાં સુધ્ધા પ્રાચી લોકકલા લુપ્ત થઈ રહી છે. શહેરોમાં તો નહીં પણ પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજી લોકકલાને જીવંત રાખનારા કલાકારો હજી જોવા મળે છે. પરંતુ બદનસીબે લોક કલાને જીવંત રાખનારા આ કલાકારોને તેમનું પોતાનું  અસ્તિવ ટકાવવાનું જ મુશ્કેલ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં આવો જ એક નાથપંથી ડવરી ગોસાવી સમાજ છે, જે ડવરી અને ગોંધળી સમાજ તરીકે પણ ઓળખાય છે. તેઓ ઘરે-ધરે ફરીને આરતી અને ભજનો કરીને આજીવિકા રળે છે. મહારાષ્ટ્ર સરકારે ડવરી ગોંધળી સમાજનો ભટકતી જમાતમાં સમાવેશ કર્યો છે. નાથપંથી ડવરી ગોંધળી તરીકે ઓળખાતા આ સમાજના લોકો નવરાત્રોત્સવ દરમિયાન ખાસ ઘરે ધરે જઈને ભજન અને ગીતો ગાઈને  માતાજીના નામે લોકો પાસે ભિક્ષા માગતા હોય છે. જેને મરાઠીમાં  ભિક્ષા નહીં પણ “ દેવી ચા જોગવા“ કહેવામાં આવે છે.

હોય નહીં! અમેરિકાએ પોતાના પરમાણુ શસ્ત્રો ઘટાડયા, જાણો કેટલા આજે અણુ શસ્ત્રો છે

આવી જ એક મામા-ભાણેજ સુરેશ શિંદ અને માનસિંગ બાબર નામની જોડી છે, જે નવરાત્રી દરમિયાન ઘરે-ઘરે જઈને સંબળ અને તુણતુણ નામનું  વાંજિત્ર વગાડીને માતાજીના વખાણ કરતા ભજનો ગાય છે.  બંને મોટી ઉમરના હોવા છતા રોજ અનેક ઈમારતોના દાદરા ચઢીને અવાજ ચઢાવીને ભજનો અને ગીતો ગાતા હોય છે. મહારાષ્ટ્રના અમુક ગામ તો હજી પણ  લગ્ન પ્રસંગે, વાસ્તુશાંતી, ગૃહ પ્રવેશ જેવા શુભકાર્યો દરમિયાન તેમને ખાસ આગ્રહ કરીને બોલાવવામાં આવતા હોય છે.

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version