ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
હવામાન ખાતાએ એવો સંકેત આપ્યો છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવે ગુલાબ સાયક્લોનની અસર મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં તબક્કાવાર ઓછી થઇ રહી છે.
જોકે હવામાન ખાતાએ આગામી ચાર દિવસ દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં મેઘગર્જના,વીજળીના કડાકા, તોફાની પવન સાથે ભારે વર્ષા થવાનો માહોલ સર્જાય તેવી શક્યતા પણ દર્શાવી છે.
કોંકણનાં મુંબઇ,થાણે,પાલઘરમાં હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. રાયગઢ, રત્નાગિરિમાં ૨,૩,૪-ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય મહારાષ્ટ્રનાં ધુળે, નંદુરબાર, અહમદનગર, પુણે, સતારામાં ૨,૩,૪-ઓક્ટોબર, મરાઠવાડાનાં જાલના, પરભણી, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદમાં જ્યારે વિદર્ભનાં અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાણામાં ૧,૨-ઓક્ટોબરે ગાજવીજ,તોફાની પવન સાથે ભારે વર્ષા થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન મુંબઇના કોલાબામાં ૧૬.૪ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૨૬.૭ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.
આ વર્ષે મુંબઈમાં કમર્શિયલ નવરાત્રી નહીં થઈ શકે : મુંબઈ મહાનગરપાલિકાએ નિયમાવલી જાહેર કરી