ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
કોરોના વાયરસના કારણે થયેલા લૉકડાઉનથી સમુદ્રમાં માનવીય હસ્તક્ષેપ ઓછો થયો હતો. દરિયાકાંઠે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકોની જાગૃતિના કારણે આ વર્ષે દરિયાઈ કાચબાનાં બચ્ચાંઓની સંખ્યામાં વધારો થયો છે. કાંદળવન પ્રતિષ્ઠાન દ્વારા કાચબા માટે સ્થાપવામાં આવેલા સુરક્ષિત કુદરતી નિવાસસ્થાનમાં જન્મેલાં બચ્ચાંઓની સંખ્યા વર્ષ 2020-21માં 23,706 છે, જે સંખ્યા ગત વર્ષ કરતા લગભગ બમણી છે.
આ મામલો રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાના દરિયાકાંઠાના સર્વેક્ષણ દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો. ચોમાસા દરમિયાન ગ્રીન સી, હોક્સબિલ, લેધરબેક જેવા દરિયાઈ કાચબાઓની પ્રજાતિ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના કાંઠે તરી આવે છે. આમાંના ઘણા કાચબા બીમાર પડે છે અથવા ઘાયલ થાય છે. વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અને પશુકલ્યાણ સંઘની મદદથી દહાણુ ખાતે સારવાર અને પુનર્વસન કેન્દ્ર શરૂ કર્યું હતું.
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રની નદીઓ તોફાન ભણી; રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનો ખતરો, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ઓલિવ રીડલીના માળા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. શિકારી અને કૂતરા જેવાં પ્રાણીઓ દ્વારા આ માળાઓને થતાં જોખમને જોતાં વન વિભાગે સ્થાનિક NGO અને રહેવાસીઓના સહયોગથી દરિયાઊ ટર્ટલ સંરક્ષણ અભિયાન હાથ ધર્યું હતું. લૉકડાઉન દરમિયાન ઝુંબેશને મોટી સફળતા મળી હતી.
Join Our WhatsApp Community