191
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
કોરોનાને પગલે બંધ પડેલી ઑટોરિક્ષાના 1.5 લાખ રજિસ્ટર્ડ માલિકોએ તેમને થયેલા નુકસાનીના ભરપાઈ માટે રવિવારે ઑનલાઇન દાવો કર્યો હતો. જોકે સર્વર પર એકસાથે લોકોએ લોગ-ઇન કરતાં મહારાષ્ટ્ર સરકારના ટ્રાન્સપૉર્ટ ડિપાર્ટમેન્ટનું ઑનલાઇન પૉર્ટલ તાત્પૂરતું બંધ થઈ ગયું હતું. મહારાષ્ટ્રમાં લગભગ 7 લાખની આસપાસ પરમિટ ધરાવતા ઑટોરિક્ષાચાલક છે. રવિવારે એકસાથે બધાએ પૉર્ટલ પર લૉકડાઉનને પગલે તેમને થયેલી નુકસાનીના દાવા માટે અરજી કરી હતી. સરકારી અધિકારીઓના કહેવા મુજબ એકસાથે પોર્ટલ પર લોકોએ લોગ-ઇન કરતાં સર્વર અને ઍપ્લિકેશન ક્રેશ થઈ ગયાં હતાં. જોકે ટૂંક સમયમાં જ એને ચાલુ કરવામાં આવશે.
You Might Be Interested In