ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 17 એપ્રિલ 2021.
શનિવાર.
કોરોનાને લીધે છેલ્લા એક વર્ષમાં બધા ત્રાહિમામ પોકારી ગયા છે. આ મહામારીથી સામાન્ય જનતાથી લઈ ને પ્રશાસન અને તબીબો વગેરે ત્રસ્ત થઇ ગયા છે.ત્યાંજ લગભગ આજથી દોઢસો વર્ષ પહેલાં, પ્લેગના ની મહામારી આવી હતી. ઈ.સ.1850 થી 1945 દરમિયાન મહારાષ્ટ્ર જિલ્લામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. તેના ઘણા ઐતિહાસિક પુરાવા મિરાજ ઇતિહાસ સંશોધન મંડળ દ્વારા આપવામાં આવ્યા છે.
પાછલા એક વર્ષમાં આ સંસ્થા એ તે સમયના પ્લેગ વિશે ત્યારની લિપિમાં દસ્તાવેજોનો અભ્યાસ કર્યો છે. પ્લેગમાં તે સમયે સાંગલીમાં એક વ્યક્તિના મૃત્યુની નોંધ છે. આ રોગચાળાને નાબૂદ કરવા માટે તે સમયે કરવામાં આવતી પૂજા અને ધાર્મિક વિધિઓના રેકોર્ડ પણ છે.1850 થી 1870 સુધી સાંગલીમાં આવા ચેપી રોગોના વારંવાર પ્રકોપના રેકોર્ડ છે.ત્યારે સાંગલી સહિતના વિસ્તારમાં ભારે હંગામો થયો હતો. લોકો સ્થળાન્તર કરી ગયા હતા.1897 અને 1945 ની વચ્ચે, જિલ્લામાં 16 વાર પ્લેગની લહેર આવી હતી.દરરોજ 20 થી 50 મૃત્યુના રેકોર્ડ છે.આ આંકડા તત્કાલીન વસ્તી કરતા વધારે છે. તત્કાલીન વસાહતી અને બ્રિટીશ વહીવટી તંત્રે પ્લેગને નિયંત્રણમાં રાખવા સખત પ્રયાસો કર્યા. લોકોને બળજબરીથી ગામમાંથી કાઢીને ખાસ કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા.સરકાર કક્ષાએ ઘણા વર્ષો સુધી રસીકરણ, દવાઓ, લોક જાગૃતિ અભિયાન શરૂ કરાયા હતા.