ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જૂન ૨૦૨૧
બુધવાર
મહારાષ્ટ્ર સરકારના ઊર્જાપ્રધાન ડૉ. નીતિન રાઉતે કોરોના કાળમાં એક કૌભાંડ કર્યું હોવાની વાત પ્રકાશમાં આવી છે. મંત્રાલયે પોતાની ખાનગી ૫૦૦ ડાયરીઓ ટેન્ડર બહાર પડ્યા વગર પાંચ લાખ રૂપિયાના ખર્ચે છપાવી છે. હવે આ મામલે રાઉતે મૌન સેવ્યું છે.
ઊર્જાપ્રધાનના કાર્યાલયે ડૉ. રાઉતની ખાનગી ડાયરીના ખર્ચ અંગેનો પ્રસ્તાવ રસીદ સાથે મહાવિતરણને મોકલ્યો હતો. ઊર્જાપ્રધાનના કાર્યાલયે મહાવિતરણ આ ડાયરી માટે ૪.૯૮ લાખ રૂપિયા ખર્ચેએવી અપેક્ષા રાખી હતી. જોકેઆ ત્રણ નિયમો અને પરિપત્રોનું ઉલ્લંઘન કરતું હોવાથી મહાવિતરણના ચીફ જનરલ મૅનેજરે ખર્ચના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સંકટને કારણે આ વખતે ડાયરી ન છાપવાનું નક્કી થયું હતું, પરંતુ કેટલાક પદાધિકારીઓ દ્વારા ડાયરીની માગ કરવામાં આવી હતી. એથી ડાયરી છપાવી અને વિતરણ કરવામાં આવ્યું હતું. હવે સવાલ ઊઠે છે કે જો આ ડાયરીઓ પદાધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી હતી તો તેનો ખર્ચ મહાવિતરણને માથે કેમ નખાયો? અને જો ખર્ચ એમ.એસ.ઇ.ડી.સી.એલ.પાસેથી લેવાનો હતો તો ટેન્ડર કેમ બહાર પાડવામાં આવ્યું ન હતું?