ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓસરી રહી છે. સાથે પરિસ્થિતિ સુધરી રહી છે. ત્યારે હવે મુંબઈની મુખ્ય બ્રાન્ચમાં બોમ્બે હાઈકોર્ટે આગામી 14 ફેબ્રુઆરીથી કેસોની પ્રત્યક્ષ સુનાવણી આંશિક રીતે શરૂ કરવાનું નક્કી કર્યું છે.
બોમ્બે બાર એસોસિયેશને જારી કરેલી નોટિસ અનુસાર, 14 ફેબ્રુઆરી થી ચોથી માર્ચ સુધી હાઈ કોર્ટની પ્રિન્સિપલ બેન્ચ સવારે 10.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દાવેદારોને અગાઉની એસઓપી અનુસાર કોર્ટની અંદર આવવા દેવાશે નહીં અને દરેક કેસને મેન્શન કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો અને મહિલા વકિલોને હાઈબ્રિડ ફોર્મેટમાં હાજર રહેવાની તક અપાશે.
લો બોલો!! હવે બેસ્ટની બસમાં પણ કરો રિર્ઝવેશન. જાણો વિગત
ગત 10 ફેબુ્રઆરીએ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાના વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર તથા મુંબઈ મહાપાલિકા અને રાજ્ય આરોગ્ય મંત્રાલય તેમ જ અન્ય એડમિનિસ્ટ્રેટિવ જજા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વિવિધ બાર એસોસિયેશનના સભ્યો પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન અને વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટે ચોથી જાન્યુઆરીથી મહિનાના અંત સુધી અથવા વધુ આદેશ સુધી ઓનલાઇન સુનાવણી શરૂ કરી હતી.