News Continuous Bureau | Mumbai
PM Modi:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં નેશનલ કોન્ફરન્સ ઑફ ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરીનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ થવાની યાદમાં સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ કરશે.
ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સંમેલનમાં પાંચ કાર્યકારી સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા ન્યાયતંત્ર સાથે સંબંધિત મુદ્દાઓ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન, તમામ માટે સમાવેશી કોર્ટરૂમ, ન્યાયિક સુરક્ષા અને ન્યાયિક સુખાકારી, કેસ મેનેજમેન્ટ અને ન્યાયિક તાલીમ જેવા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ અને ચર્ચા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો:Prime Minister:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું
ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, કાયદા અને ન્યાય માટેના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.