ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 ઓગસ્ટ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના પશ્ચિમ મહારાષ્ટ્ર વિસ્તારમાં કોરોના નું જોખમ યથાવત રહ્યું છે. પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પશ્ચિમ મહારાષ્ટ્ર કોલ્હાપુર, સાંગલી, સતારા અને પુના વિસ્તારમાં કોરોના નું જોર યથાવત્ છે. આ વિસ્તારોમાં ૫ થી ૮ ટકા જેટલો પોઝિટિવિટી રેટ છે. આ ઉપરાંત સતારા જિલ્લામાં ગત પાંચ દિવસો દરમિયાન મૃત્યુ પામનાર લોકોની સંખ્યા દૈનિક 18 થી વધીને 28 થઈ છે. બીજી તરફ આ જિલ્લામાં દૈનિક 600 ની જગ્યાએ 900 જેટલા કેસ મળી રહ્યા છે.
આ જ પ્રમાણે કોલ્હાપુર જિલ્લામાં દૈનિક કોરોના ના કેસ 600 થી વધીને 800 થયા છે. જ્યારે કે પૂનામાં પરિસ્થિતિ જેમની તેમ છે પરંતુ સુધરી નથી રહી.
મહારાષ્ટ્રની રાજનીતિમાં એકાએક ગરમાવો : રાજ ઠાકરેને મળ્યાં પછી ચંદ્રકાંત પાટીલ દિલ્હી રવાના
પશ્ચિમ મહારાષ્ટ્રની આ પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી ગઈ છે.