Site icon

Gujarat: ગુજરાતનો દરિયો બની રહ્યો છે ડ્રગ્સનું એપિ સેન્ટર, આટલા કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ;  જાણો શું છે આ સંપુર્ણ મામલો…

Gujarat: ગુજરાત પોલીસે દરિયા કિનારેથી 80 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસનું કહેવું છે કે માહિતી મળ્યા બાદ જ્યારે તેમણે શોધખોળ શરૂ કરી તો તસ્કરો પેકેટ છોડીને ભાગી ગયા હતા. કેસની તપાસ ચાલી રહી છે.

The sea of Gujarat is becoming the Epicenter of drugs, 800 crores of 80 kg of drugs are seized

The sea of Gujarat is becoming the Epicenter of drugs, 800 crores of 80 kg of drugs are seized

News Continuous Bureau | Mumbai 

Gujarat: ગુજરાત (Gujarat) ના કચ્છ (Kutch) જિલ્લાના ગાંધીધામ (Gandhidham) માંથી કરોડો રૂપિયાની કિંમતનું 80 કિલોથી વધુ ડ્રગ્સ (Drugs) ઝડપાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 800 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ ડ્રગ્સ દરિયા કિનારે ત્યજી દેવાયેલું મળી આવ્યું હતું. એફએસએલ (FSL) ની પ્રાથમિક તપાસમાં તે કોકેઈન (Cocaine) હોવાનું બહાર આવ્યું છે.

Join Our WhatsApp Community

પોલીસે જણાવ્યું હતું કે ગાંધીધામ શહેર નજીક ખાડીના કિનારે 80 પેકેટમાં કોકેઈન મળી આવ્યું હતું. દરેક પેકેટનું વજન એક કિલોગ્રામ છે. કચ્છ-પૂર્વ વિભાગના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે કદાચ તસ્કરો પકડાઈ જવાના ડરથી અહીં ડ્રગ્સ છોડીને ભાગી ગયા હતા, કારણ કે પોલીસ આ સ્થળ પર ચાંપતી નજર રાખી રહી હતી.

એસપી સાગર બાગમારે કહ્યું કે ડ્રગ્સના કન્સાઈનમેન્ટની ડિલિવરી અંગે માહિતી મળી હતી. આ પછી પોલીસ ટીમે સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું હતું. આ સમય દરમિયાન અમે દરિયા કિનારેથી કોકેઈનના 80 પેકેટ ઝડપ્યા. તેમની કિંમત 800 કરોડ રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો : Ratan Tata : રતન ટાટાનું દિલ ફરી પીગળ્યું! રતન ટાટાએ પોસ્ટમાં શેર કરી આપી આ માહિતી, લોકોને કરી આ ખાસ અપીલ.. જાણો શું કહ્યું ટાટાએ.. 

કચ્છ પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન મળ્યો ડ્રગ્સને જથ્થો..

બાગમારના જણાવ્યા અનુસાર, ગુરુવારે ગાંધીધામ નજીકથી મળી આવેલા પેકેટનો અગાઉ મળેલા પેકેટો સાથે કોઈ સંબંધ નથી. એવું લાગે છે કે આ તાજેતરમાં પેક કરવામાં આવ્યા છે. આ પેકેટો એ જ કન્સાઈનમેન્ટનો ભાગ છે જેને અમે માહિતી પછી ટ્રેક કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને અન્ય એજન્સીઓએ છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન નજીક જખાઉ નજીકના દરિયાકાંઠેથી ઘણી વખત હેરોઈન અને કોકેઈનથી ભરેલા પેકેટો જપ્ત કર્યા છે. જ્યારે અહીં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પકડાઈ ન જવા માટે તસ્કરોએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા, ત્યારબાદ તે કિનારે ધોવાઈ ગયા હતા.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version