ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
NCP પ્રમુખ શરદ પવારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પત્ર લખ્યો હતો. કોરોના કટોકટીએ ઘણા વ્યવસાયોને અસર કરી છે. એથીપવારે હૉટેલના વ્યવસાય અને આતિથ્યક્ષેત્ર સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ પવારે વડા પ્રધાનને સીધો પત્ર લખીને લક્ષદ્વીપમાં ગૌમાંસ પર પ્રતિબંધ ન લગાવવા કહ્યું છે.
હવે આ અંગે ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે પવાર પર સવાલ ઉઠાવતાં ટ્વિટર પર કહ્યું હતું કે “પવારે પ્રથમ બાર માલિકો માટે અને બીજો પત્ર લક્ષદ્વીપમાં ગૌમાંસ ઉપર પ્રતિબંધ ન લગાવવા વડા પ્રધાનને પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રમાં સહિત દેશના અન્ય ભાગોમાં તોફાન અને અકાળે વરસાદને કારણે નુકસાન થયું હતું, પરંતુ તેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ક્યારે પત્ર લખીને ખેડૂતો અને પશુધન માટે ચિંતા વ્યક્ત કરશે ખરા?” એવો પ્રશ્ન ઉપાધ્યાયે પૂછ્યો હતો.
દિલ્હીના મુખ્ય પ્રધાન પર આ કેન્દ્રીય પ્રધાને લગાવ્યો રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ; જાણો વિગત
ઉપરાંત ઉપાધ્યાયે ઉમેર્યું હતું કે “તેઓ ક્યારે એ પત્ર લખીને પૂછશે કે રાજ્ય સરકાર મરાઠા સમુદાયના અનામત જાળવવામાં કેમ નિષ્ફળ ગઈ છે? પવારસાહેબ ક્યારે રાજ્ય સરકારને પત્ર લખીને પૂછશે કે ૧૨ બાલુતેદારોને મદદ કેમ નથી મળી?”