Site icon News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં ૬ લાખ ખેડૂતોનું વિજ બિલ શૂન્ય થયું : અશોક ગહેલોત

News Continuous Bureau | Mumbai  

રાજસ્થાનના(Rajasthan) ડુંગરપુરના સાગવાડા(Sagwada) સ્થિત જ્ઞાનપુરમાં ખેડૂત તેમજ પાટીદાર સમાજ મહાસંમેલન ને સંબોધિત કરતા સીએમ અશોક ગેહલોતે(CM Ashok Gehlot) કહ્યું કે પ્રદેશમાં ૯૦ લાખ લોકોને પેન્શન(Pension) મળી રહ્યું છે. રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. જ્યાં ખેડૂતોના હિતમાં અલગથી કૃષિ બજેટ રજૂ કરી અગાઉના બજેટથી બમણું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ૮૯ હજાર કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. રાજસ્થાનના સીએમ(CM) વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે(State govt) લગભગ ૨૨ લાખ ખેડૂતોનું (Farmers)દેવું માફ કર્યું છે. ખેડૂત મિત્ર યોજના લાગુ કરી ખેડૂતોને મોટી રાહત આપી છે અને દૂધ ઉત્પાદકોને(Milk producers) સબસિડી આપી પશુપાલકોને ફાયદો કરાવ્યો છે. સીએમ ગેહલોતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલને(Sardar Vallabhbhai Patel) યાદ કરતા કહ્યું કે, તમામ ધર્મોનું સન્માન કરવું આપણું કર્તવ્ય છે. આ પહેલા મુખ્યમંત્રીશ્રીએ સાગવાડા માં પાટીદાર સમાજ(Patidar) દ્વારા નિર્મિત હનુમાન મંદિરમાં(Hanuman temple) પૂજા-અર્ચના કરી રાજ્યની ખુશી માટે પ્રાર્થના કરી હતી.ખેડૂતોને રાહત આપતા રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે. રવિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે તેમની સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સીએમ ગેહલોતે કહ્યું રાજ્યમાં ૬ લાખ ખેડૂતોના વીજળી બીલ શૂન્ય થઈ ગયા છે. તેમણે કહ્યું કે જન કલ્યાણકારી યોજનાઓ દ્વારા છેલ્લી વ્યક્તિ સુધી સ્વાસ્થ્ય, ખાદ્ય, શિક્ષણ, સ્વચ્છ પીવાનું પાણી અને સામાજિક સુરક્ષા પહોંચી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આને કહેવાય મુખ્યમંત્રી.ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ખુલ્લી ચીમકી પછી 17000 જગ્યાઓ પર મસ્જિદો એ લાઉડસ્પીકર નો અવાજ ઘટાડ્યો. તો આટલી જગ્યાઓ પરથી લાઉડ સ્પીકર ગાયબ.જાણો વિગતે

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version