ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 મે 2021
મંગળવાર
ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓની ફી પરત કરાશે.
આ નિર્ણયને કારણે 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે.
સરકાર કુલ મળીને રૂપિયા 6.47 કરોડની ફી પરત કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.